Surat, Gujarat, Jan 12, ગુજરાત ના રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની હાજરીમાં સુરત ખાતે “અંગદાન એજ જીવનદાન” 🫀ના ધ્યેય સાથે “પતંગોત્સવ – ઓર્ગન ડોનર પરિવારને સંગ” 🎉નું આયોજન કરવામાં આવ્યું. 🫁 ‘नही होगे हम, फिर भी होगे हम।🪁🎗️
સરકારી સૂત્રોના આજે જણાવ્યા પ્રમાણે અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન 🏏 અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) 🏛️ ના સહકારથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત ખાતે “અંગદાન એજ જીવનદાન” 🫀ના ધ્યેય સાથે “પતંગોત્સવ – ઓર્ગન ડોનર પરિવારને સંગ” 🎉નું આયોજન કર્યું, જેમાં માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા હાજર રહ્યા.
તેમણે 👤શ્રી નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઇફ સંસ્થાની સરાહના કરી કહ્યું સમાજમાં કેડેવર ઓર્ગન ડોનેશન અંગે જાગૃતતા લાવવા અને માનવજાતના કલ્યાણ માટે અપાર યોગદાન આપી રહેલ ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળા અને તેમની ટીમને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું. 👏
☯️વિશિષ્ટ ક્ષણો અને પ્રસંગો↙️: ગુજરાતનું સૌ પ્રથમ ઈન્ટરસીટી કેડેવરિક કિડની દાન: 🩺 સ્વ. જગદીશભાઈ શાહનું કિડની દાન 🫁, તેનાં પરિવારનું સન્માન કરવામાં આવ્યું. 🌟
સ્વ. ધાર્મિક કાકડીયા દ્વારા હાથ દાન: 🙌 જેમના દાન કરાવેલા હાથ🧤ના ટ્રાન્સપ્લાન્ટ થી પુનાના શ્રી પ્રકાશભાઈ શેલારને નવું જીવન મળ્યું. 😊 તે તેમના પરિવાર સાથે પતંગોત્સવમાં ઉપસ્થિત રહ્યા. 🎈
આવા માનવીય કાર્ય માટે ડોનેટ લાઇફને ફરી અભિનંદન સહ શુભકામના🌷
અંગદાન માટે સંકલ્પ🗯️: આહવાન છે કે વધુ ને વધુ લોકો અંગદાનનું મહત્વ સમજી 🧠, બ્રેઇનડેડ સ્વજનોના અંગો દાન કરી દર્દીઓને નવજીવન આપવા આગળ આવે.🫂