~રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ્મ બન્યા છે : મંત્રી
Rajkot, Gujarat, May 24, ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક કનેસરા – ૨ ડેમમાં રૂ. ૫,૯૨,૫૬,૮૦૦ના ખર્ચે થનારા પાઇપ કેનાલના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
કનેસરા ગામ પાસે ભાદર નદીની પ્રશાખા પર કનેસરા – ૨ નાની સિંચાઈ યોજના બનાવવામાં આવી છે. જેમાં અન્ડર ગ્રાઉન્ડ પાઇપ નહેરમાં કુલ ૩૯ વેલ કૂવા બનાવવામાં આવશે, જેમાંથી ખેડૂતો સિંચાઈ હેતુસર પાણી લઈ શકશે.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ્મ બન્યા છે.
Margi Mehta
