Ahmedabad, Gujarat, Mar 03, ગુજરાત નાં અમદાવાદમાં હિન્દી કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’નો લોકાર્પણ સમારોહ આયોજિત કરવામાં આવ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે જણાવ્યું કે 2 માર્ચ, રવિવારે,સાંજે 6-00 કલાકે, જે.બી.ઑડિટોરિયમ , એ.એમ.એ ખાતે આશિમા ગ્રુપના ચિંતનભાઈ પરીખના વરદ્દ હસ્તે કવિ નીતિન પારેખના હિન્દી કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’નો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ઝાયડસ ગ્રુપના પંકજભાઈ પટેલ,સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા અને ડો. દિલીપ મહેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં કાવ્યસંગ્રહ ‘ગુફ્તગૂ-એ-ગઝલ’ માંથી
– આપ સે ઈક બાર મિલને કી હમેં હૈ આરઝૂ …
– સિતારા મૈ નહીં જો એક લમ્હે મેં હી ઝર જાઉં….
– પતંગિયાની પાંખે જઈને પુષ્પોમાં સંતાવું છે….
– આમ તો તકલીફ રોજે રોજ છે
– શરદપૂનમ હો સખી…
– કારમું કાળાપણું…
ગાયક કલાકાર નયન પંચોલી,કલ્યાણી કૌઠાળકર અને ડો. કપિલ ત્રિવેદીએ ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી.ત્યારબાદ કવિસંમેલનમાં સતીન દેસાઈ’પરવેઝ’, બાબુલાલ ચાવડા ‘આતુર’, શૈલેશ પંડ્યા ‘ભીનાશ’, શબ્બીર હાશ્મી, ડો. અંકુર દેસાઈ, દિનેશ સિંદલ અને નીતિન પારેખે સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો. આ પ્રસંગે નીતિન પારેખના પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.
કવિસંમેલનમાં રજૂ થયેલ ગુજરાતી-હિન્દી કવિતા :
જરા જ્યાં ઠેસ વાગે ને તરત બા યાદ આવે છે,
અને એ વેણ ‘ ખમ્મા’ કાનમાં ગૂંજી ઉઠે પળભર.
રંકની આંખોની થોડી વેદના વાંચી જુઓ,
કોઈવેળા અશ્રુભીની વારતા વાંચી જુઓ.
શૌર્યકા શણગાર કરતી હો જહાં ભીગી પલક,
ઉસકો ખાતિર મેં લિયે બિન ભાગના આસાં નહીં.
નીતિન પારેખ
તું સૂરજકી ઘૂપમેં,લિખતા હૈ આલેખ,
મેં રજનીગંધા મુજે અંધિયારે મેં દેખ.
દિનેશ સિંદલ
તુમ્હારી રુહમેં ઝેલો અગર હો તાકાત તો,
ઋષિ કે મંત્ર સા કબકા ઉછલ ચૂકા હું મેં.
સતીન દેસાઈ ‘પરવેઝ’
શ્વાસમાં કોઈ અનલ પ્રગટે પછી મળજે મને,
ને નયનને તીર જલ પ્રગટે પછી મળજે મને.
બાબુલાલ ચાવડા ‘આતુર’
ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે,
અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે.
-શૈલેષ પંડ્યા ભીનાશ
આખા જનમનું સકળ અર્પણ તને.
હો પાર મનથી એવું બળ અર્પણ તને.
અંકુર દેસાઈ
ઝખ્મી કિયા થા કાંટો ને ઉસ ફૂલ કો બહુત
કાંટો કે ઘર કો ફિર ભી વો ખુશ્બુ સે ભર ગયા
શબ્બીર હાશ્મી
