અમદાવાદ, 06 ઓગસ્ટ, ગુજરાત ના અમદાવાદમાં અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું ૦૮ ઓગસ્ટે આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે.૦૮ ઓગસ્ટ, ગુરુવારે , સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વિવેચક, ચરિત્રકાર,નિબંધકાર, સંપાદક, અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકના ૧૧૨મા જન્મદિનપ્રસંગે ‘ચિદ્દઘોષ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
સંપાદક-અનુવાદક અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.હૃષીકેશ રાવલ, વિવેચક અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.પિનાકિની પંડ્યા અને નિબંધકાર અમૃતલાલ યાજ્ઞિક વિશે પ્રો.યશોધર હ. રાવલ અભ્યાસલક્ષી વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
