Ahmedabad, Gujarat, Feb 13, મોહમ્મ્દ વલીભાઈ માંકડ ‘મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ઝાકળનાં મોતી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આજે આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ ફેબ્રુઆરી, ગુરુવારે ,સાંજે ૦૫૩૦ કલાકે , મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર,કટારલેખક,અનુવાદક મોહમ્મ્દ વલીભાઈ માંકડ ‘મોહમ્મ્દ માંકડ’ના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ઝાકળનાં મોતી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
‘ઝાકળનાં મોતી’ અંતર્ગત વાર્તાકાર મોહમ્મ્દ માંકડ વિશે પ્રો.અજયસિંહ ચૌહાણે , નવલકથાકાર મોહમ્મ્દ માંકડ વિશે સાહિત્યકાર કેશુભાઈ દેસાઈએ,વિજ્ઞાની મોહમ્મ્દ માંકડ વિશે ડૉ.જે.જે.રાવલે મનનીય વક્તવ્ય આપ્યું તથા મોહમ્મદ માંકડ સાથેનાં સંસ્મરણો ચિત્રકાર વી.રામાનુજે , ડૉ.એચ.વી.ઠેકડીએ, સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ અને ગૂર્જર પ્રકાશનના મનુભાઈ શાહે વ્યક્ત કર્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે મોહમ્મદ માંકડના પુત્ર અનીસભાઈ માંકડ, મુનીરભાઈ માંકડ,સોહેલભાઈ માંકડ અને પુત્રી અસમાબેન અન્ય પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
![](https://vninews.com/wp-content/uploads/2025/02/IMG-20250213-WA00511.jpg)