Spread the love

Ahmedabad, Gujarat, ગુજરાત ના અમદાવાદમાં ૧૮ સપ્ટેમ્બર, ગુરુવારે બિન્દુ ભટ્ટના ૭૨મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક બિન્દુ ભટ્ટના ૭૨મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘શબ્દજયોતિ’ અંતર્ગત શ્રી બિન્દુ ભટ્ટે પોતાના જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે બિન્દુ ભટ્ટના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
બિન્દુ ભટ્ટ : હું સભરતા અને સાર્થકતા અનુભવું છું એનું કારણ મારા વિદ્યાર્થીઓ છે. મને મારા સદભાગ્યની અનેકવાર ઈર્ષ્યા થઇ છે. 1974થી મારા અભ્યાસનો સુવર્ણકાળ શરૂ થયો. ગુજરાતી સાહિત્યના ભાવકોએ મારા સાહિત્યસર્જનને ઘણું પોંખ્યું છે એટલે હું ઘણી ભાગ્યશાળી છું. મારુ સાહિત્ય અનેક જગ્યાએ પાઠ્યપુસ્તકમાં છે.