Spread the love

Mumbai, Oct 26, MCX પર સોનાના વાયદામાં રૂ.1,220 અને ચાંદીમાં રૂ.5,288નો સાપ્તાહિક ધોરણે ઉછાળો અને કોટન-ખાંડી વાયદો રૂ.230 નરમ રહ્યું.
MCX તરફ થી આજે વિક્લી માર્કેટ રિપોર્ટ જણાવવામાં આવ્યું કે ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાઓમાં એકંદરે વૃદ્ધિઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,56,757 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.590541 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.63 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18થી 24 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 91,26,292 સોદાઓમાં કુલ રૂ.7,47,361.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,56,757.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.590541.48 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 12,59,368 સોદાઓમાં રૂ.1,04,315.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.77,294ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,919 અને નીચામાં રૂ.77,294ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,220ના ઉછાળા સાથે રૂ.78,327ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,180 ઊછળી રૂ.62,887 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.206 વધી રૂ.7,712ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,332ના ઉછાળા સાથે રૂ.77,872ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,995ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,00,081 અને નીચામાં રૂ.91,995ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5,288ના ઉછાળા સાથે રૂ.97,032ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,234 ઊછળી રૂ.96,848 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,227 ઊછળી રૂ.96,842 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,58,068 સોદાઓમાં રૂ.21,020.54 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.817.05ના ભાવે ખૂલી, રૂ.15.95 ઘટી રૂ.798.15 જ્યારે એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.237.55 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.05 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.12.65 વધી રૂ.295ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.1.95 વધી રૂ.237.65 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.40 ઘટી રૂ.180.80 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.12.70 વધી રૂ.294.40 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,54,258 સોદાઓમાં રૂ.31,361.34 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,926ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,095 અને નીચામાં રૂ.5,757ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.34 વધી રૂ.5,911 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.34 વધી રૂ.5,917 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.198ના ભાવે ખૂલી, રૂ.11.40 વધી રૂ.209.00 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 11.3 વધી 209 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.60.15 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,623ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,623 અને નીચામાં રૂ.1,623ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.કોઈ ફેરફાર વગર રૂ.1,623 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,620 અને નીચામાં રૂ.55,100ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.230 ઘટી રૂ.56,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.10 વધી રૂ.924.70 બોલાયો હતો. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રુ.1,163.10ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,206 અને નીચામાં રૂ.1,160.70 બોલાઈ, સપ્તાહના અંતે રૂ.39.50ની તેજી સાથે રૂ.1,201.80ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.38,326.05 કરોડનાં 49,074.064 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.65,989.00 કરોડનાં 6,788.947 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,073.33 કરોડનાં 1,69,42,610 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.21,288.01 કરોડનાં 1,02,08,87,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,738.75 કરોડનાં 1,13,726 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.411.93 કરોડનાં 22,579 ટન તાંબાના વાયદાઓમાં રૂ.12,145.17 કરોડનાં 1,47,380 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.5,724.69 કરોડનાં 1,97,929 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.63 કરોડનાં 2,544 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.43.48 કરોડનાં 472.32 ટનનાં કામકાજ થયાં હતાં, જ્યારે કપાસિયા વોશ તેલમાં રૂ.13.01 કરોડનાં 1,110 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,478.085 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,135.258 ટન, તાંબાના વાયદાઓમાં 25,555 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,228 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,424 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,751 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 17,45,190 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,52,47,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 7,872 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 287.64 ટનના સ્તરે રહ્યો હતો, જ્યારે કપાસિયા વોશ તેલમાં 100 ટનના સ્તરે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે જોવાયો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.63.08 કરોડનાં 645 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 153 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19,200 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,893 અને નીચામાં 19,199 બોલાઈ, 694 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 506 પોઈન્ટ વધી 19,592 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.590541.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.92581.25 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.32406.09 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.290019.65 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.168939.72 કરોડનાં કામકાજ થયાં હતાં.