Spread the love

Mumbai, Oct 30, MCX પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રહ્યા. સોનાનો વાયદો રૂ.316 ઊછળ્યો, ચાંદીમાં રૂ.372ની નરમાઈઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.55ની વૃદ્ધિ રહી.
MCX તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36888.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8669.74 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28215.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 19885 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.669.68 કરોડનું થયું હતું.
દરમિયાન, શુક્રવાર, તા.1 નવેમ્બરના રોજ દિવાળી (લક્ષ્મી પૂજન દિવસ)ના પાવન દિવસે એમસીએક્સ પર મુહૂર્તનાં કામકાજ થશે, જેમાં તમામ કોમોડિટીઝ અને ઈન્ડાઈસીસ કામકાજ માટે ઉપલબ્ધ રહેશે. મૂહુર્તનાં કામકાજ માટે વિશેષ સત્ર સાંજે 5-45 વાગ્યાથી 5-59 વાગ્યા સુધીનું રહેશે, જ્યારે ટ્રેડિંગનું સત્ર સાંજે 6-00 વાગ્યાથી 7-00 વાગ્યા સુધીનું રહેશે. ક્લાયન્ટ કોડમાં મોડિફિકેશન માટેનું સત્ર સાંજે 6-00 વાગ્યાથી 7-15 વાગ્યા સુધીનું રાખવામાં આવ્યું છે.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6088.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.79535ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.79775 અને નીચામાં રૂ.79411ના મથાળે અથડાઈ, રૂ.79233ના આગલા બંધ સામે રૂ.316 વધી રૂ.79549ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.323 વધી રૂ.63921ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.33 વધી રૂ.7875ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.348 વધી રૂ.79213ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.98403ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98935 અને નીચામાં રૂ.98157ના મથાળે અથડાઈ, રૂ.98730ના આગલા બંધ સામે રૂ.372 ઘટી રૂ.98358ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.311 ઘટી રૂ.98175ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.311 ઘટી રૂ.98161ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.1397.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.1.45 ઘટી રૂ.804.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.1.95 ઘટી રૂ.288.5ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.2.4 વધી રૂ.242ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું નવેમ્બર વાયદો 85 પૈસા વધી રૂ.180.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1179.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5690ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5748 અને નીચામાં રૂ.5690ના મથાળે અથડાઈ, રૂ.5668ના આગલા બંધ સામે રૂ.55 વધી રૂ.5723ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.58 વધી રૂ.5727ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2 ઘટી રૂ.239.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.2 ઘટી રૂ.239.6ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.920ના ભાવે ખૂલી, રૂ.2.3 વધી રૂ.920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.210 ઘટી રૂ.55800ના ભાવ થયા હતા. કપાસિયા તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.7.4 વધી રૂ.1210.2ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2946.94 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3141.93 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.851.92 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.139.82 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.31.13 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.374.56 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.494.05 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.685.37 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.39 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.4.01 કરોડનાં કામ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 19871 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19925 પોઈન્ટના સ્તર અને નીચામાં 19853 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 40 પોઈન્ટ વધી 19885 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.30 વધી રૂ.201.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.15.15ના ભાવ થયા હતા.
સોનું નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.183 વધી રૂ.1167.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.98000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.212.5 ઘટી રૂ.3804ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 95 પૈસા ઘટી રૂ.15ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.28 વધી રૂ.7ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.7 વધી રૂ.206.2ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.15.35ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.180.5 વધી રૂ.1126ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.51 ઘટી રૂ.2790ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.2 ઘટી રૂ.172.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.15.75ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.58.5 ઘટી રૂ.736ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.98000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.133.5 વધી રૂ.3390ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા ઘટી રૂ.11.81ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા વધી રૂ.13.23ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.30.4 ઘટી રૂ.177ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.15.85ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.124 ઘટી રૂ.1126.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.98000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.158 વધી રૂ.3353ના ભાવે બોલાયો હતો.