Mumbai, Maharashtra, Dec 26, એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.442 અને ચાંદીમાં રૂ.320ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.49નો સુધારો રહ્યો.
MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.46129.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8010.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.38117.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18693 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.635.67 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4589.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76521ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76716 અને નીચામાં રૂ.76521ના મથાળે અથડાઈ, રૂ.76270ના આગલા બંધ સામે રૂ.442 વધી રૂ.76712ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1022 વધી રૂ.61838ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.7669ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.427 વધી રૂ.75989ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89610ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89740 અને નીચામાં રૂ.89124ના સ્તરને સ્પર્શી, રૂ.89326ના આગલા બંધ સામે રૂ.320 વધી રૂ.89646ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.334 વધી રૂ.89668ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.326 વધી રૂ.89686ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 863.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.794.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 25 પૈસા વધી રૂ.281.15ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.4.45 વધી રૂ.254.9ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 35 પૈસા વધી રૂ.178.4ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2563.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6014ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6034 અને નીચામાં રૂ.5993ના સ્તરને સ્પર્શી, રૂ.5980ના આગલા બંધ સામે રૂ.49 વધી રૂ.6029ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.47 વધી રૂ.6031ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.9 ઘટી રૂ.329.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.4.3 ઘટી રૂ.329.9ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.917.5ના ભાવે ખૂલી, 90 પૈસા વધી રૂ.917.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.110 વધી રૂ.54350ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2733.31 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1856.35 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 552.39 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 112.05 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 12.99 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 185.63 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 297.60 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2265.79 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 10.95 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 11.21 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14439 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40138 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8536 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 105551 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 34539 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 55442 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 197462 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 9089 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21476 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18667 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18700 પોઈન્ટના સ્તર અને નીચામાં 18640 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 115 પોઈન્ટ વધી 18693 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.25.9 વધી રૂ.179ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.6 ઘટી રૂ.22.55ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.118 વધી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.151 વધી રૂ.3136.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.43 વધી રૂ.18.59ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા વધી રૂ.8.75ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.7300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.2.1 વધી રૂ.9.85ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.45 ઘટી રૂ.22.65ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.145 વધી રૂ.905ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.197 વધી રૂ.3068.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.23 ઘટી રૂ.151.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.24.85ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.113.5 ઘટી રૂ.169ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.206.5 ઘટી રૂ.3400ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.24 ઘટી રૂ.13.82ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.37 વધી રૂ.2.35ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.21.65 ઘટી રૂ.153.3ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.05 વધી રૂ.24.85ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.160 ઘટી રૂ.763ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.110.5 ઘટી રૂ.2792.5ના ભાવે બોલાયો હતો.