Spread the love

Mumbai, Maharashtra, Feb 12, MCX પર સોનાના વાયદામાં રૂ.573 અને ચાંદીના વાયદામાં રૂ.380ની નરમાઈ અને ક્રૂડ તેલનો વાયદો રૂ.61 ઢીલો રહ્યો.
MCX તરફથી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટ માં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.81024.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9551.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.71472.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20302 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.756.21 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6956.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84926ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85240 અને નીચામાં રૂ.84750ના મથાળે અથડાઈ, રૂ.85523ના આગલા બંધ સામે રૂ.573 ઘટી રૂ.84950ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.425 ઘટી રૂ.68547ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.8443ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.581 ઘટી રૂ.84532ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.94260ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94635 અને નીચામાં રૂ.94000ના સ્તરને સ્પર્શી, રૂ.94568ના આગલા બંધ સામે રૂ.380 ઘટી રૂ.94188ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.354 ઘટી રૂ.94039ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.323 ઘટી રૂ.94060ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1251.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.3.6 વધી રૂ.857.5ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.8 વધી રૂ.268.35ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.257.65ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 80 પૈસા વધી રૂ.179.1ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1370.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6323ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6365 અને નીચામાં રૂ.6296ના મથાળે અથડાઈ, રૂ.6367ના આગલા બંધ સામે રૂ.61 ઘટી રૂ.6306ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.62 ઘટી રૂ.6306ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.9 ઘટી રૂ.302.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.3.6 ઘટી રૂ.302.5ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.923.8ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.918.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.220 વધી રૂ.54050ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4841.40 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2114.80 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.681.73 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.243.79 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.21.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.304.23 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.405.07 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.965.03 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.46 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.4.43 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17304 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35670 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11149 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 94184 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25721 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35597 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 138445 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5578 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21919 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20202 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20302 પોઈન્ટના સ્તર અને નીચામાં 20202 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 61 પોઈન્ટ વધી 20302 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.35.1 ઘટી રૂ.81.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 ઘટી રૂ.12.8ના ભાવ થયા હતા.
સોનું ફેબ્રુઆરી રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.233 ઘટી રૂ.613ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.201 ઘટી રૂ.1300ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા વધી રૂ.8.85ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 58 પૈસા વધી રૂ.2.55ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.34.7 ઘટી રૂ.83.25ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.305ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 ઘટી રૂ.10.6ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.264.5 ઘટી રૂ.730ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.190.5 ઘટી રૂ.987ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.9 વધી રૂ.71ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.10.1ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.289.5 વધી રૂ.1101ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.94000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.141 વધી રૂ.1563.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.850ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.71 ઘટી રૂ.6.58ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા ઘટી રૂ.0.59ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.6 વધી રૂ.72.2ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.05 વધી રૂ.10.15ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.84000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.246 વધી રૂ.745.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.94000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.152 વધી રૂ.1390ના ભાવે બોલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *