Spread the love

Mumbai, Maharashtra, Mar 04, એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.839 અને ચાંદીના વાયદામાં રૂ.613નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.88 ઢીલું રહ્યું.

MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.118132.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18349.48 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.99780.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20488 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2058.16 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10678.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85399ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86329 અને નીચામાં રૂ.85335ના સ્તરને સ્પર્શી, રૂ.85384ના આગલા બંધ સામે રૂ.839 વધી રૂ.86223ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.647 વધી રૂ.69913ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.81 વધી રૂ.8762ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.888 વધી રૂ.86351ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.94516ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95146 અને નીચામાં રૂ.94421ના મથાળે અથડાઈ, રૂ.94533ના આગલા બંધ સામે રૂ.613 વધી રૂ.95146ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.246 વધી રૂ.96339ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો રૂ.224 વધી રૂ.96338ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1465.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ માર્ચ વાયદો રૂ.2.3 ઘટી રૂ.863.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત માર્ચ વાયદો 60 પૈસા ઘટી રૂ.269.45ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ માર્ચ વાયદો 15 પૈસા ઘટી રૂ.258.4ના ભાવ થયા હતા. જ્યારે સીસું માર્ચ વાયદો 30 પૈસા ઘટી રૂ.180.25ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 6254.22 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5976ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5982 અને નીચામાં રૂ.5864ના સ્તરને સ્પર્શી, રૂ.5989ના આગલા બંધ સામે રૂ.88 ઘટી રૂ.5901ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.98 ઘટી રૂ.5903ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.21.3 વધી રૂ.376.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.21.2 વધી રૂ.376ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.916.5ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.913.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.1030 ઘટી રૂ.52360ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7915.93 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2762.86 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 941.39 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 113.82 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 22.74 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 387.32 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 849.51 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 5404.70 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.58 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17369 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24649 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7591 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 106716 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 19995 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29173 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 110308 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8826 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23328 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 20320 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20490 પોઈન્ટના સ્તર અને નીચામાં 20319 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 218 પોઈન્ટ વધી 20488 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.45.2 ઘટી રૂ.101.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.13.45 વધી રૂ.30.75ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.306.5 વધી રૂ.852ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.97000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.98 વધી રૂ.2938ના ભાવ થયા હતા. તાંબુ માર્ચ રૂ.870ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.68 ઘટી રૂ.9.9ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 58 પૈસા ઘટી રૂ.3.39ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.44.45 ઘટી રૂ.103.8ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.14.05 વધી રૂ.31.25ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.403 વધી રૂ.1258ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.104 વધી રૂ.3240ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.38.6 વધી રૂ.145.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.25 ઘટી રૂ.15ના ભાવ થયા હતા.

સોનું માર્ચ રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.315 ઘટી રૂ.670ના ભાવ થયા હતા. આ સામે ચાંદી એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.111.5 ઘટી રૂ.2532ના ભાવ થયા હતા. તાંબુ માર્ચ રૂ.860ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.24 વધી રૂ.11.27ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા વધી રૂ.2.18ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.34.15 વધી રૂ.146.6ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.75 ઘટી રૂ.10.8ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની માર્ચ રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.286.5 ઘટી રૂ.681ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની એપ્રિલ રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.106 ઘટી રૂ.2926.5ના ભાવે બોલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *