Spread the love

~MCX પર કોમોડિટી વાયદાઓમાં રૂ.13800 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.51462 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11090 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22201 પોઇન્ટના સ્તરે
Mumbai, Maharashtra, May 07, MCX પર સોનાના વાયદામાં રૂ.262 અને ચાંદીના વાયદામાં રૂ.485ની નરમાઈ અને ક્રૂડ તેલનો વાયદો રૂ.45 વધ્યો.
MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65264.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13800.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.51462.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22201 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.904.24 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11090.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97380 અને નીચામાં રૂ.96550ના મથાળે અથડાઈ, રૂ.97491ના આગલા બંધ સામે રૂ.262 ઘટી રૂ.97229ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.261 ઘટી રૂ.78025ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.40 ઘટી રૂ.9773ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.280 ઘટી રૂ.97180ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.97002ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97488 અને નીચામાં રૂ.96649ના સ્તરને સ્પર્શી, રૂ.97538ના આગલા બંધ સામે રૂ.259 ઘટી રૂ.97279ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.96552ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96876 અને નીચામાં રૂ.96158ના મથાળે અથડાઈ, રૂ.96701ના આગલા બંધ સામે રૂ.485 ઘટી રૂ.96216 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.466 ઘટી રૂ.96266ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.491 ઘટી રૂ.96243ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1056.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.35 ઘટી રૂ.848.8ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 85 પૈસા વધી રૂ.247.7 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.35 ઘટી રૂ.230.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 75 પૈસા વધી રૂ.176.55ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1652.99 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5046ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5110 અને નીચામાં રૂ.5041ના સ્તરને સ્પર્શી, રૂ.5011ના આગલા બંધ સામે રૂ.45 વધી રૂ.5056ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.43 વધી રૂ.5058ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.11 વધી રૂ.303.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.10.8 વધી રૂ.302.9 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.917.5ના ભાવે ખૂલી, રૂ.5.1 ઘટી રૂ.912.3ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.50 ઘટી રૂ.54450 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9034.62 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2055.80 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.690.21 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.130.35 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.34.93 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.200.88 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.556.35 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1096.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.0.82 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.20 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19415 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36886 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10103 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 132449 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9021 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17825 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32658 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 119503 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21857 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16803 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 22140 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22244 પોઇન્ટના સ્તર અને નીચામાં 22135 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 61 પોઇન્ટ ઘટી 22201 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15 વધી રૂ.102ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.55 વધી રૂ.19.5ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.164 ઘટી રૂ.2052 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.93.5 ઘટી રૂ.680 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 41 પૈસા ઘટી રૂ.16ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા ઘટી રૂ.3.2 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.5 ઘટી રૂ.106.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.35 ઘટી રૂ.16.6 થયો હતો.
સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.89.5 વધી રૂ.1391 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.44.5 વધી રૂ.3062 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.75 વધી રૂ.17.37ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 30 પૈસા વધી રૂ.6.1 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *