Spread the love

~MCX પર ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં તેજીનો માહોલઃ બિનલોહ ધાતુઓ એકંદરે વધીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.177794 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.921781 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.131367 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22132 પોઇન્ટના સ્તરે
Mumbai, Maharashtra, May 10, MCX પર ગોલ્ડ-ટેન વાયદામાં 189 કિલોનાં રેકોર્ડ કામકાજ નોંધાયાઃ સોનાના વાયદામાં રૂ.3829 અને ચાંદીના વાયદામાં રૂ.1783નો ઉછાળો રહ્યો.
MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટમાં જણાવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 2થી 8 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1099588.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.177794.24 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.921781.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22132 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.19571.02 કરોડનું થયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અંતે 8 મેને શુક્રવારના રોજ એમસીએક્સ પર ગોલ્ડ-ટેન વાયદામાં રૂ.183 કરોડની કીમતનાં 189 કિલોનાં રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.131367.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.92835ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97559 અને નીચામાં રૂ.92370ના સ્તરને સ્પર્શી, રૂ.92339ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3829 વધી રૂ.96168ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2786 વધી રૂ.77471ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.342 વધી રૂ.9705 થયો હતો. સોનું-મિની જૂન વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.3771 વધી રૂ.96153ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.92920ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97601 અને નીચામાં રૂ.92713ના સ્તરને સ્પર્શી, રૂ.92659ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3742 વધી રૂ.96401ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.95189ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96888 અને નીચામાં રૂ.93804ના સ્તરને સ્પર્શી, રૂ.94729ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1783 વધી રૂ.96512 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.1686 વધી રૂ.96506ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.1672 વધી રૂ.96513ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.11222.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો સપ્તાહના અંતે રૂ.25.2 વધી રૂ.855.9 થયો હતો. જસત મે વાયદો સપ્તાહના અંતે રૂ.6.8 વધી રૂ.251.05ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો સપ્તાહના અંતે રૂ.3.4 વધી રૂ.234.3ના ભાવે બોલાયો હતો. સીસું મે વાયદો સપ્તાહના અંતે રૂ.1.15 વધી રૂ.178.25 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.39411.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.4990ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5168 અને નીચામાં રૂ.4724ના સ્તરને સ્પર્શી, રૂ.4972ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.191 વધી રૂ.5163ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ.188 વધી રૂ.5162 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.16.2 વધી રૂ.306.8ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ.16.4 વધી રૂ.306.9 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.913.7ના ભાવે ખૂલી, રૂ.11.7 વધી રૂ.925.4ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ.54190ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.101709.73 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.29657.34 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7033 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1274.60 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.351.12 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2563.73 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.8812.04 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.30599.10 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.9.30 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.70 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 14423 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25087 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4831 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 63677 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 4531 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16305 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 24920 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 80985 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14517 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13988 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો સપ્તાહના પ્રારંભે 21338 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22301 પોઇન્ટના સ્તર અને નીચામાં 21323 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 809 પોઇન્ટ વધી 22132 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *