Spread the love

Mumbai, Sep 21, MCX પર સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.614 અને ચાંદીમાં રૂ.2,873નો ઉછાળો રહ્યો.
MCX તરફ થી વિક્લી માર્કેટ રિપોર્ટ પ્રમાણે આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.73,128ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,753 અને નીચામાં રૂ.72,785ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.614ના ઉછાળા સાથે રૂ.73,438ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.637 વધી રૂ.59,334 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.7,205ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.676 વધી રૂ.73,357ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.87,606ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.90,600 અને નીચામાં રૂ.87,352ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,873ના ઉછાળા સાથે રૂ.89,968ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,786 વધી રૂ.89,837 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,799 વધી રૂ.89,836 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.803.40ના ભાવે ખૂલી, રૂ.15.75 વધી રૂ.814.40 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.80 વધી રૂ.231.75 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.10 વધી રૂ.270ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.6.60 વધી રૂ.231.90 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.185.85 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4.95 વધી રૂ.269.25 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,779ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,996 અને નીચામાં રૂ.5,695ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.198 વધી રૂ.5,963 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.189 વધી રૂ.5,967 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.199ના ભાવે ખૂલી, રૂ.4.40 ઘટી રૂ.195.90 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 4.5 ઘટી 195.8 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,950 અને નીચામાં રૂ.58,200ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.200 ઘટી રૂ.58,410ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.40 ઘટી રૂ.940.30 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,67,328.00 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,43,200.00 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,659.43 કરોડનાં 1,98,40,390 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.21,986.80 કરોડનાં 1,09,73,95,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,239.11 કરોડનાં 96,943 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.546.03 કરોડનાં 29,626 ટન તાંબાના વાયદાઓમાં રૂ.12,177.49 કરોડનાં 15,02,05,000 કિલો અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,916.44 કરોડનાં 1,46,246 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.01 કરોડનાં 5,232 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.27.53 કરોડનાં 288.36 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.16.09 કરોડનાં 8750 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 4100 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18,250 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,541 અને નીચામાં 18,231 બોલાઈ, 310 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 253 પોઈન્ટ વધી 18,452 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *