Ahmedabad, Gujarat, Dec 18, મેટ્રોના મુસાફરો માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)નું આજે તારીખ 18/12/2024 ના રોજ મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું.
GMRC તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” આજે લોન્ચ કરેલ છે.
“Ahmedabad Metro (Official)” એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ ૨૩/૧૨/૨૦૨૪ થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.