Spread the love

Bhavnagar, Sep 08, Gujarat ના ભાવનગરમાં નેશનલ ફ્લેગ ડે ૨૦૨૩માં શ્રેષ્ઠ ફંડ એકત્રિત કરનાર સંસ્થાઓનો અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યું.
National Association For the Blind bhavnagar તરફ થી આજે જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રિય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા આયોજિત નેશનલ ફ્લેગ ડે ૨૦૨૩માં શ્રેષ્ઠ ફંડ એકત્રિત કરનાર સંસ્થાઓનો અભિવાદન સમારોહ નીમુબેન બાંભણિયા (કેન્દ્રીય રાજ્યમંત્રી, ભારત સરકાર અને સાંસદ ભાવનગર બોટાદ લોકસભા)ના અધ્યક્ષ સ્થાને યોજાયો.
Sep 07 ને શનિવારના રોજ અંધ શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતિ નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના શિક્ષણ, રોજગાર અને તેના પુનઃવસનની પ્રવૃતી માટે જાણીતી સંસ્થા છે અને તે ભાવનગરનું ગૌરવ પણ છે. આ વર્ષે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારે રૂ. ૧,૩૬,૦૦૦/- થી વધુ ફંડ એકઠું કરી સમગ્ર જીલ્લામાં પ્રથમ સ્થાન હાસલ કર્યું છે.આ માટે હું શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકો અને તેના સંચાલકોને અભિનંદન પાઠવું છું. કુલ ૨૦ શ્રેષ્ઠ ફંડ એકઠું કરનાર સંસ્થાઓને મારા હાર્દિક અભિનંદન છે.
કાર્યક્રમના આરંભે આઝાદી કાળ બાદ ભાવનગર જીલ્લાના સાંસદ સભ્ય તરીકે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ થવા બદલ સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ શ્રીમતી નીમુબેન બાંભણિયાને વિશેષ અભિવાદન પત્ર, બુક અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનો હેતુ હસમુખભાઈ ધોરડાએ જણાવ્યો હતો.
આ પ્રસંગે હિતેશભાઈ દવે (ડાયરેક્ટર, એસ.બી.આઈ.ઇન્સ્ટીટયુટ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ), ડી.પી.ઓ. પટેલ, સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. સમારંભમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાજેશ ઠાકોરે પ્રાર્થના રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
વર્ષ ૨૦૨૩માં રૂ.૧,૩૬,૦૦૦/- થી વધુ ફંડ એકઠું કરી પ્રથમ આવેલ સંસ્થા સહીત કુલ ૨૦ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. આભાર દર્શન બાબુભાઈ ગોહિલે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ મહેતાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાના કર્મવીરોએ ભારે જહેમત ઉઠાવી હતી.