Spread the love

Ahmedabad, Dec 07, Gujarat ના અમદાવાદમાં સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠકએ આજે જણાવ્યું કે ૧૦ ડિસેમ્બર,મંગળવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, વિવેચક, સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘
શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામા પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.