Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાતના અમદાવાદમાં સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી ૦૫ જાન્યુઆરી, સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે.’સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે તા.૦૨ જાન્યુઆરી, ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું.
આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
દલપત પઢિયાર : ભાણ સાહેબના દર્શન પછી રવિસાહેબે દીક્ષા લીધી. રવિભાણ સંપ્રદાય એ ગુરુ-શિષ્યના નામે સ્થપાયેલ સંપ્રદાય છે.રવિસાહેબ જગતની ચિંતા કરનારા સંત છે. સંત રવિસાહેબની વાણીથી છ ગણિકાઓમાં પરિવર્તન આવ્યું છે.સંત રવિસાહેબે તમામ છંદમાં 400 જેટલા પદ રચ્યા છે.વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે.
નિરંજન રાજ્યગુરુ : સંત દાસીજીવણનું આયુષ્ય 75 વર્ષનું અને દિવાળીના દિવસે જીવતા સમાધિ લીધી.સંત દાસીજીવણે 170 જેટલી ભજન રચનાઓ રચેલી છે.સંત દાસીજીવણે 17 ગુરુઓની કંઠી ધારણ કરેલી. દરેક ગુરુઓએ અલગ-અલગ માર્ગ બતાવ્યો. પણ,દાસીજીવણનું મન ક્યાંય સ્થિર થતો નહીં. ત્યારબાદ દાસીજીવણને ભીમસાહેબ મળ્યાં.