Ahmedabad, Gujarat, May 10, ગુજરાત ના અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસમાં બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આધિકારિક સૂત્રો ના આજે જણાવ્યા પ્રમાણે બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશન 12 મેના રોજ સવારે 10 કલાકથી 13 કલાક દરમિયાન યોજાશે.
ભારતીય પોસ્ટ, ફિલાટેલી દ્વારા બૌદ્ધ વારસાના ઊંડા મૂળને પ્રકાશિત કરવા વર્ષોથી નોંધપાત્ર બૌદ્ધ થીમ સાથે બહાર પાડેલી અનેક પોસ્ટેજ સ્ટેમ્પમાં બુદ્ધ, ગયા, સાંચી, સારનાથ અને બૌદ્ધ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઘણા પ્રાચીન ઈસ અને સ્તૂપોના નિરૂપણનો સમાવેશ થાય છે. જેના ભાગરૂપે અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા બુદ્ધ જયંતી નિમિત્તે ફિલાટેલી એક્ઝિબિશનનું સોમવારે સવારે 10 વાગ્યાથી 13 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
