Ahmedabad, Sep 23, સૌરાષ્ટ્ર કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ આજે કહ્યું કે બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
શ્રી યાદવએ આજના રોજ ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયાપોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં કહ્યું કે ટપાલ સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવાપરિમાણો સર્જી રહી છે.બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.પત્રો અને પાર્સલની સાથે ટપાલ વિભાગ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. રાજકોટના પ્રવર ડાક અધિક્ષક એસ. કે. બુંકરે રાજકોટમાં પ્રથમ વખત આગમન કરેલા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કર્યું અને પરિક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને પ્રાપ્ત સિદ્ધિઓની માહિતી આપી.
પોસ્ટમાસ્ટર જનરલએ જણાવ્યું હતું કે પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટકેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે.ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમારફતેપોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે.CELC હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, DBT, બિલની ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરેઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
એમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ 45 લાખથીવધુબચત ખાતા, લગભગ 9.39લાખ IPPB ખાતા, 3.97 લાખસુકન્યા સમૃદ્ધિ ખાતા અને 37,000 મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, 426ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, 740ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, અને 16ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. 91,000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે, જ્યારે 76,000 લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELCમાંથી લાભ મેળવ્યો છે. 30,000 કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 15કરોડ રૂપિયાના ચુકવણાં ઘરના દરવાજે મેળવ્યા છે.
પોસ્ટમાસ્ટર જનરલએ કહ્યું કે નાણાકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો.તે જ સમયે, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.