Spread the love

Vadodara, Gujarat, Mar 12, દક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ પછી વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયાને તાત્કાલિક પ્રાથમિકતા આપવામાં આવી અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તરફ થી આજે જણાવવામાં આવ્યું કે આજે બપોરે લગભગ 1450 કલાકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમમાં અવરોધ સર્જાતા દક્ષિણ ગુજરાતમાં લગભગ 4500 મેગાવોટ (MW) નો અચાનક લોડ ડ્રોપ નોંધાયો હતો. પરિણામે તીવ્ર વોલ્ટેજ ડીપ સર્જાતા સિસ્ટમમાંથી મોટા પ્રમાણમાં લોડ નીકળી ગયો હતો.
આ વિક્ષેપના કારણે સાત 400 kV ટ્રાન્સમિશન લાઈનો ટ્રિપ થઈ અને વીજ ઉત્પાદન પ્લાન્ટ પ્રભાવીત થયા હતા અને તીવ્ર વોલ્ટેજ ફેરફાર થયો હતો, જેના પરિણામે ઉકાઈ, કાકરાપાર અને SLPP પાવર સ્ટેશનો બંધ થઈ ગયા.
વીજ પુરવઠાની પુનઃસ્થાપન પ્રક્રિયાને તાત્કાલિક પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ઉપરાંત, તારાપુર એટોમિક પ્લાન્ટ અને SLPP યુનિટ્સ ફરી કાર્યરત થઈ ગયા છે, જ્યારે ઉકાઈ થર્મલ યુનિટ્સ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થશે.
એમણે જણાવ્યું કે GUVNL ગુજરાતમાં અવિરત અને સ્થિર વીજ પુરવઠા માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ હિતધારકોનો સહકાર અને સહનશીલતા માટે આભાર માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *