Spread the love

Ahmedabad, Sep 10, પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૨ સપ્ટેમ્બર, ગુરુવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા પત્રકાર, સંપાદક, ચિંતક પ્રકાશ ન. શાહના ૮૫મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એમણે જણાવ્યું કે ‘શબ્દજયોતિ’ અંતર્ગત સાહિત્યકાર પ્રકાશ ન. શાહ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *