Ahmedabad, Gujarat, Feb 10, શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૯ ફેબ્રુઆરી,રવિવારે,સવારે ૧૦-૦૦ કલાકે,શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજય શ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક ‘જ્ઞાનવિમલસૂરિ’ વિશે પ્રો.અભય દોશીએ અને જૈનસાહિત્યગ્રંથ ‘શ્રી જ્ઞાનવિમલ સઝાયસંગ્રહ’ વિશે સાહિત્યકાર કીર્તિદા શાહે વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
