Ahmedabad, Dec 30, નાટ્યલેખક શ્રીકાન્ત વલ્લભદાસ શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ એમના જીવન વિશે પ્રો. નિયતિ અંતાણીએ , નાટ્યકાર શ્રીકાન્ત શાહ વિશે રંગભૂમિના જાણીતા કલાકાર-દિગ્દર્શક રાજૂ બારોટે અને શ્રીકાન્ત શાહનું કથાસાહિત્ય વિશે સાહિત્યકાર નરેશ વેદએ મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે રવિવારે, સાંજે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, નવલકથાકાર,નાટ્યલેખક શ્રીકાન્ત શાહના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘અસ્તિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘અસ્તિ’ અંતર્ગત એમના જીવન વિશે પ્રો. નિયતિ અંતાણીએ , નાટ્યકાર શ્રીકાન્ત શાહ વિશે રંગભૂમિના જાણીતા કલાકાર-દિગ્દર્શક રાજૂ બારોટે અને શ્રીકાન્ત શાહનું કથાસાહિત્ય વિશે સાહિત્યકાર નરેશ વેદએ મનનીય વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે શ્રીકાન્ત શાહના પુત્ર નીલભાઈ, પૌત્રી નિરંતરા અને પુત્રી શ્વેતાબેન તેમજ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.