Spread the love

Ahmedabad, Gujarat, Mar 24, ગુજરાત ના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૩ માર્ચ,રવિવારે,શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજય આદરણીયશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈન સાહિત્યસર્જક વિનયવિજયજી તથા યશોવિજયજી ઉપાધ્યાયના જૈનસાહિત્યગ્રંથ ‘શ્રીપાળરાજાનો રાસ’ વિશે પ્રો. પિંકી પંડ્યાએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
પિંકી પંડ્યા : જૈન શાસનમાં ધર્માનુરાગી જનસમુદાયને શ્રી સિદ્ધચક્ર તથા નવપદ તપનો મહિમા સમજાવતો ગ્રંથ – કૃતિ એટલે શ્રી શ્રીપાળરાજાનો રાસ. આ કૃતિ પૂ.શ્રી વિનયવિજયજી મહારાજ તથા પૂ.શ્રી યશોવિજયજી મહારાજ – એમ બે સર્જકો દ્વારા રચાઈ છે. આ કૃતિમાં નાયિકા શ્રી મયણાની પ્રેરણાથી, ગુરુ ભગવંતના માર્ગદર્શનથી રોગી કાયા ધરાવતો નાયક શ્રી શ્રીપાળરાજા શ્રી સિદ્ધચક્રજી અને નવપદજીની આરાધનાનો આરંભ કરે છે. અને તેને કારણે તેમનાં રોગ આદિ અનેક વિઘ્નો દૂર થાય છે. તે ઉપરાંત, આ ગ્રંથમાં નવપદજીની ઓળીની આરાધનાની વિધિની ક્રિયાઓ અને આધ્યાત્મિક સજગતાની પણ ખૂબ સુંદર રીતે વાત કરવામાં આવી છે, તેથી આ કૃતિ જૈનસંઘ માટે ખૂબ ઉપકારક બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *