Ahmedabad, Sep 11, ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને બુધવારે નરોડા વિસ્તારમાં નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને આજે સમર્પિત કરવામાં આવ્યું.
નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે Gujaratમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુધીર પ્રસાદ હાજર રહ્યા હતા.
આ સાથે અમદાવાદમાં યુએનએમ ફાઉન્ડેશન ની ‘પ્રતીતિ’ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલીત જાહેર બગીચાની સંખ્યા વધીને ૧૦ થઈ છે.
કુલ 6,766 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નવો જાહેર બગીચો અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં પેનેશિયા રેસિડેન્સી TP-121, FP-145 ખાતે આવેલ છે. નરોડા ખાતે નવો વિકસિત આ ગાર્ડન શહેરની ઉત્તમ જાહેર માળખાકીય સુવિધાઓનો ઉત્તમ નમુનો છે. જેમાં મુલાકાતીઓની જરૂરીયાતો મુજબ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
બગીચાની મુખ્ય સુવિધાઓ અને વિશેષતાઓઃ વ્હીલચેર-અનુરૂપ રેમ્પ સાથેનો મોટો પ્રવેશદ્વાર. પાર્કની બહાર આરામ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા. કોંક્રિટ-ટેરાઝો અને મેટાલિક બેન્ચ સાથે આધુનિક બેઠક વિકલ્પો. ઉત્તમ વૉકિંગ અને જોગિંગ અનુભવ માટે ફાયર બ્રિક કર્બિંગ સાથેનો 750 મીટર લાંબો વૉકિંગ ટ્રેક સુરક્ષિત અને મનોરંજક રમત-ગમતના સાધનોથી સુસજ્જ ચિલ્ડ્રન પ્લે એરિયા ફિટનેસ પ્રિય લોકો માટે ઓપન જિમ. મુલાકાતીઓ માટે સાંજે અને રાત્રિના સમયે પર્યાપ્ત લાઇટિંગ વ્યવસ્થા. એ-૧ ફેન્સીંગ સાથે સુરક્ષિત પેરિફેરલ કમ્પાઉન્ડ વોલ.
બોરવેલ, ભૂગર્ભ પાણીની ટાંકી અને ઉપયોગી યુટીલીટી સહિત આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ટકાઉ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે રિચાર્જ કૂવો.
વિવિધ ૨૨ જેટલી પ્રજાતિઓના લગભગ ૮૦ વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરવાની સાથે ધૂળના કણોને શોષવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. અલગ અલગ ૭૩ પ્રજાતિઓની ૩૩,૦૦૦ થી વધુ ઝાડીઓ, વાંસ અને ઘાસ, બગીચાના તાપમાનને નિયંત્રિત કરવામાં અને ઠંડકયુક્ત માઇક્રોક્લાઇમેટ બનાવવામાં મદદ કરે છે. બગીચાનો એક ભાગ મિયાવાકી પ્લાન્ટેશનનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો છે.
યુ.એન.એફ. ફાઉન્ડેશન શહેરી જગ્યાઓમાં ગ્રીન કવરના સંરક્ષણ અને જાળવણી ઉપર વિશેષ ભારી મુકી રહ્યું છે. ‘પ્રતીતિ’ પહેલ હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દમણ શહેરમાં આવેલ ૧૩ બગીચાઓમાં લગભગ ૩.૪૭ લાખ ચોરસ મીટર ગ્રીન સ્પેસની જાળવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત હાલમાં અમદાવાદ અને સુરત શહેરમાં ૧.૧૫ લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ચાર બગીચા વિકસાવવામાં આવી રહ્યા છે.