Ahmedabad, Gujarat, Dec 18, ગુજરાતના અમદાવાદમાં સાહિત્યકાર મણિલાલ હ. પટેલ ‘અલગારી રખડપટ્ટી’ અને મનસુખ સલ્લા ‘નઘરોળ’ પુસ્તકનો પરિચય કરાવશે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ ડિસેમ્બર, શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક રસિક ઝવેરીના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ વિશે સાહિત્યકાર મણિલાલ હ. પટેલ અને સાહિત્યસર્જક સ્વામી આનંદ ના પુસ્તક ‘નઘરોળ’ વિશે સાહિત્યકાર મનસુખ સલ્લા પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.