Spread the love

Rajkot, Sep 07, એ.સી.બી. સફળ ટ્રેપ: Rajkot ACB એ તલાટી મંત્રીને રૂ.૧,૫૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો.

એ.સી.બી. એ જણાવ્યું કે આ અંગે જાગૃત નાગરિક દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી. આ કામના ફરીયાદીના ના કાગદડી ગામે પ્લોટો આવેલા હોય જેમાં પંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમુના નંબર-ર માં જુની નોંધો કરવા માટે આ કામના આક્ષેપિત સન્ની દિપકભાઇ પંજવાણી, તલાટી મંત્રી, વર્ગ-૩, કાગદડી ગ્રામ પંચાયત, તા.જી.રાજકોટએ ફરિયાદી પાસે રૂા.૧૫૦૦ ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબી ટોલ ફ્રી નો સંપર્ક કરેલ.

જે અનવ્યે ફરીયાદીની ફરીયાદના આધારે ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે આજે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧,૫૦૦ ની ગેરકાયદેસર લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુન્હો કર્યો.