Ahmedabad, Gujarat, Feb 18, ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન (ISTE), દિલ્હી દ્વારા તેની પ્રતિષ્ઠિત માનદ ફેલોશીપ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જરનેઆપવામાં આવી.
જીટીયુ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ઈન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશનનો ૫૪મોવાર્ષિક સમારોહ તા.14મી ફેબ્રુઆરીએ પંજાબના રોપર ખાતે આવેલ લામરીનટેક સ્કિલ યુનિવર્સિટી ખાતે યોજાયો, જેમાં પંજાબ સરકારશ્રીના કેબિનેટ અને નાણાંમંત્રીશ્રી, AICTE ના અધ્યક્ષશ્રી તેમજ ISTE ના અધ્યક્ષની ઉપસ્થિતિ માં કુલપતિડો.રાજુલ કે.ગજ્જરને આ માનદ ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા.
ડૉ. રાજુલ ગજ્જરને તેમના થકી તકનીકી શિક્ષણનાવિવિધ આયામો, જેમ કે NEP-2020ના અમલમાં જીટીયુ દ્વારા દેશભરમાં હરણફાળ, શિક્ષણમાં સ્કિલ બેસ્ડ ટ્રેનિંગના કોર્સિસ, તકનીકી સંશોધન અને શિક્ષણને ઉદ્યોગો સાથેસંલગ્ન કરવાનો પ્રયાસ, ઇનોવેશન ઈકોસિસ્ટમને પ્રોત્સાહનબદલ આ માનદ ફેલોશીપ પ્રદાન કરવામાં આવી છે. વધુમાં, ડૉ.ગજ્જર એ દેશભરમાં AICTE અને NBA જેવીરેગ્યુલેટરી સંસ્થાઓના ઉચ્ચસ્તરીય કમિટીઓમાં અધ્યક્ષતા અને પ્રેરણાદાયક યોગદાનનીપણ ISTE દ્વારા નોંધ લીધેલ છે. ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન, દિલ્હીના ચેરમેનના અધ્યક્ષસ્થાને રચાતી સર્ચકમિટી દ્વારા આ અંગે યોગ્ય ઉમેદવારોની શોધ કરીને આ ફેલોશિપ અપાતી હોય છે.
