અમદાવાદ, 24 જુલાઈ, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈબ્રેરીયન, પ્રિન્સિપાલ સહિતની વિવિધ શૈક્ષણિક અને વહીવટી 35 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે.
જીટીયુએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ભરતીમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો જીટીયુની વેબસાઈટના પરથી અરજી કરી શકશે.
કમ્પ્યુટર પ્રોગ્રામર, ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, પ્રોજેક્ટ ઓફિસર, લેબોરેટરી આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ પ્રોફેસર, એકાઉન્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન, લેબોરકેટરી આસિસ્ટન્ટ- કમ્પ્યુટર, લેબોરેટરી આસિસ્ટન્ટ, ઈલેકટ્રિકલ, પ્રિન્સિપાલ, આસિસન્ટ પ્રોફેસર(કમ્પ્યુટર, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ)ની ભરતી થશે. ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. વિવિધ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જીટીયુની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેને આધારે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવાનો રહેશે.