Spread the love

Bhavnagar, Gujarat, Jan 19, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી બાંભણીયાએ આ પ્રસંગે માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.
ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજુભાઈ રબારિયા, કિશોરભાઈ ગુરુમુખાણી, મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સભ્ય પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડ , કાર્યક્રમમાં હાજર હતા.

આરટીઓ ઇન્સ્પેક્ટર આઈ.એસ. ટેન્ક, પી.આઈ. કે.એસ. પટેલ, સમાજ કલ્યાણ અધિકારી દીપક ભાઈ અને મીનાબેન રાઠોડ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *