Spread the love

Ahmedabad,, Gujarat, Jun 20, પત્રકાર યશવન્ત મહેતાના ૮૮મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૯ જૂન, ગુરુવાર સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા લેખક, પત્રકાર યશવન્ત મહેતાના ૮૮મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર યશવન્ત મહેતાએ પોતાના જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.