Ahmedabad, Nov 19, Gujarat ના અમદાવાદમાં 21 નવેમ્બરે નાટ્યકાર રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ નવેમ્બર, ગુરુવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નવલકથાકાર, વાર્તાકાર,વિવેચક, નાટ્યકાર રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ શબ્દજયોતિ ‘અંતર્ગત શ્રી રવીન્દ્ર પારેખ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
2 thoughts on “રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન”
Comments are closed.
Thanks!
Regret as away from Ahmedabad
Best Wishes on this very special day to Respected Ravindrabhai!
Wish the program a Grand Success!!
Thanks