Vadodara, Gujarat, Feb 28, ગુજરાત નાં વડોદરા માં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, અશોકા પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું.
નીતુ માથુરે જણાવ્યું કે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. ટ્રસ્ટી દેવ ,ગુજરાતી માધ્યમનાં આચાર્ય નરેશભાઈ વણકર અને અંગ્રેજી માધ્યમનાં આચાર્યા નીતુ માથુરે વિધાર્થીઓના પ્રોજેક્ટસ જોઈને તેમનો ઉત્સાહ વધાર્યો. નર્સરીથી ધોરણ 9 સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા સાથે પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા અને તેનાથી તેમની વૈજ્ઞાનિક કુશળતામાં વધારો થયો. વિદ્યાર્થીઓને તેમના વિચારો રજૂ કરતા જોઈ અને સાંભળીને માતા-પિતા ખૂબ જ ખુશ થયા અને ગર્વાંકિત અનુભવ કર્યો.
