Ahmedabad, Nov 21, Gujarat ના અમદાવાદમાં શબ્દજયોતિ ‘અંતર્ગત કવિ, નવલકથાકાર, વાર્તાકાર,વિવેચક, નાટ્યકાર રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે આજે વક્તવ્ય આપ્યું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સ્વ.શ્રીમતી સુશીલાબેન અને સ્વ.શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, નવલકથાકાર, વાર્તાકાર,વિવેચક, નાટ્યકાર રવીન્દ્ર પારેખના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
શબ્દજયોતિ ‘અંતર્ગત શ્રી રવીન્દ્ર પારેખે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકાર રવીન્દ્ર પારેખના પુત્ર કવિ ધ્વનિલ પારેખ તથા સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
રવીન્દ્ર પારેખ : પહેલી વાર્તા ભૂતકથા લખી. જે ‘અબીલ ગુલાલ’ માં પ્રકાશિત થઇ. કવિતામાં ગઝલ અને સોનેટનું બંધારણ શીખ્યો અને કવિતાઓ લખી.નાટકો કર્યા અને નાટકો પણ લખ્યાં. બાપુજીએ સાયન્સ લેવડાવ્યું હતું. પણ,મારી ઈચ્છા આર્ટસની હતી. બી.એસ.સી કર્યું ,બેન્કની નોકરી મળી.નોકરી દરમ્યાન બી.એ કર્યું.ફસ્ટ ક્લાસ ફસ્ટ મેળવ્યો.પછી એમ.એ કર્યું.એમાં પણ ફસ્ટ કલાસ મેળવ્યો.આ દરમ્યાન સાહિત્યસર્જન મારું ચાલુ હતું.
સાહિત્યસર્જનને કારણે જ BA અને MA કરી શક્યો.અલગ અલગ વિષયો પર વાર્તાઓ લખી.એક માણસને એનો પડછાયો દેખાતો નથી એવી તુક્કાવાળી પણ વિચારપ્રધાન વાર્તા પણ લખી. એક વ્યક્તિને અરીસામાં પોતાનું પ્રતિબીંબ દેખાતું નથી. એવી રીતે મને અલગ વિષય-વસ્તુવાળી વાર્તાઓ લખવી પસંદ છે.