Spread the love

Ahmedabad, Gujarat Jan 04, સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે.’સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે આજે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. ‘સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે તા.૦૫ જાન્યુઆરી, રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવી અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલ વક્તવ્ય આપશે.
કીર્તિદા શાહ : મધ્યકાલીન સાહિત્યનો વારસો અમૂલ્ય છે.પ્રેમાનંદ,મીરાં અને નરસિંહ કરતાં ધીરા ભગત જુદી ઘાટીના કવિ છે.જીવન ખાતર કળા એ ધીરા ભગત જેવા સંતોએ જીવતા શીખવાડ્યું છે.ધીરા ભગત એ શરીર દ્વારા કોઈ જ ઓળખાણ આપી નથી.એટલે એમના જીવન વિશે એમણે કોઈ માહિતી આપી નથી.કિવંદતી એવી છે કે ધીરા ભગત જે રચના રચતા એ ભૂંગળીમાં નાખી મહી નદીમાં વહાવી દેતાં.પછી જેના હાથમાં એ પદ કે રચના અન્ય લોકો સુધી પહોંચાડતા.ધીરા ભગત વેદાંતી કવિ છે.
અંબાદાન રોહડિયા : ભોજા ભકતનો જન્મ ઇ.સ.1785માં સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં લેઉવા પટેલ સમાજમાં કરશનભાઇ સાવલિયાને ત્યાં થયેલ. પૂર્વજન્મની યોગસાધના અને ભકિત તેમને વારસામાં મળેલ,રામચેતન નામના સંતે તેમને ગુરુમંત્ર અને દીક્ષા આપેલ.દેવકીગાલોળથી આવીને અમરેલી પાસે ફતેહપુર ગામ વસાવી ત્યાં આશ્રમ સ્થાપ્યો. વીરપુરના સંતશ્રી જલારામના ગુરુ ભોજા ભક્તે 182 પદની રચના કરી છે,ગુજરાતી સાહિત્યમાં અધ્યાત્મચિંતન અને સમાજોત્થાન માટે રચાયેલાં આ પદોમાં તેમની સર્જકકલા પ્રગટે છે.ભોજાના ચાબખા વિશેષ ધ્યાનાર્હ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *