Spread the love

Gandhinagar, Sep 18, રાષ્ટ્રીય રૂરલ આઈ.ટી. ક્વિઝના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં Gujarat ના આણંદની આનંદાલય સ્કૂલના ધોરણ 10મા ભણતા સ્મરણ યજ્ઞેશકુમાર સુથાર રાજ્ય વિજેતા બન્યો, જે નવેમ્બર 2024માં બેંગ્લોર ખાતે યોજાનારી નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ 2024માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જેમને શિષ્યવૃત્તિ તરીકે રૂ. 10,000/-, ટ્રોફી અને પ્રમાણપત્ર ઈનામના ભાગ રુપે એનાયત કરવામા આવ્યા.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે સ્મરણની સાથે, ભાવનગરની RUR ઇંગ્લિશ હાઇસ્કૂલના ધોરણ-૧૦ના ગડા મીત જિતેન્દ્રને રૂરલ આઇ.ટી. ક્વિઝ 2024 માટે રનર-અપ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જેઓને શિષ્યવૃત્તિ તરીકે રૂ. 7,000/- ગેજેટ્સ અને પ્રમાણપત્ર ઈનામના ભાગ રૂપી મળ્યુ.
ગુજકોસ્ટ દ્વારા આજે ગાંધીનગરના કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઓડિટોરિયમ ખાતે રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લામાંથી ધો.8 થી 10ના 500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગ્રામીણ શાળાઓના 200 જેટલા શિક્ષકોને આ કાર્યક્રમના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કર્ણાટકના IT, BT, અને S&T વિભાગ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથેના સહયોગ દ્વારા આયોજન કરવામા આવ્યો હતો.
GUJCOST એ તેના 33 લોક વિજ્ઞાન કેન્દ્રો સાથે મળીને વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને શહેર અને નગરપાલિકા વિસ્તારોની 807 શાળાઓના કુલ 4,128 વિદ્યાર્થીઓએ રાજ્યના સંબંધિત જિલ્લાઓમાં પ્રથમ રાઉન્ડની કસોટીમાં ભાગ લીધો હતો.
ગ્રામીણ વિદ્યાર્થીઓમાં IT જાગરૂકતા અને ડિજિટલ સાક્ષરતા વધારવા માટે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત સંસ્થા GUJCOST દ્વારા રાજ્ય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ 2024નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ ગતિશીલ પહેલ ડિજિટલ વિભાજનને દૂર કરવા માંગે છે અને ગ્રામીણ વિસ્તારમાં યુવા દિમાગને સશક્ત બનાવવું એ મુખ્ય હેતુ છે.
એનિમેશન આધારિત ક્વિઝ ફોર્મેટમાં નોલેજ એન્જિનિયરિંગના નીચેના પાંચ રાઉન્ડ હતા. મીન્સ-એન્ડ્સ એનાલિસિસ, કમ્પ્યુટર ટાઈમ, કોગ્નિટિવ સિમ્યુલેશન અને સોશિયલ ઈન્ટેલિજન્સ. દરેક રાઉન્ડમાં વિદ્યાર્થીઓના IT ક્ષેત્રમાં જ્ઞાનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝ મુખ્યત્વે વિવિધ ક્ષેત્રો અને પાસાઓ જેમ કે ટેક્નોલોજી પર્યાવરણ, વ્યવસાય, નવા વલણો, દંતકથાઓ વગેરે, ઇન્ટરનેટની દુનિયા અને અનન્ય વેબસાઇટ્સ, આઇટી બઝવર્ડ્સ અને ટૂંકાક્ષરો પર્સોનાલિયામાં માહિતી ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સંચાર કંપનીઓ; સૉફ્ટવેર પ્રોડક્ટ્સ, કંપનીઓ અને બ્રાન્ડ્સ આઇટીનો ઇતિહાસ અને આઇટીની રમૂજી બાજુ અને જ્યાં આઇટીએ પ્રભાવ પાડ્યો છે એવા ક્ષેત્રો શિક્ષણ, મનોરંજન, પુસ્તકો, મલ્ટીમીડિયા, સંગીત, મૂવીઝ, ઇન્ટરનેટ, બેંકિંગ, જાહેરાત, રમતગમત, ગેમિંગ, સોશિયલ નેટવર્કિંગ, સેલ ફોન, વગેરે છે.
મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકના રાજ્ય અને પ્રાદેશિક વિજેતાઓને નવેમ્બર 2024ના રોજ બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય રૂરલ આઈ.ટી. ક્વિઝ નેશનલ ફાઈનલ્સમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
આયોજકો રાજ્યના વિજેતાઓ અને તેમના એસ્કોર્ટ શિક્ષકને બેંગ્લોરમાં નેશનલ ફાઈનલમાં હાજરી આપવા માટે હવાઈ માર્ગે આવવા-જવા માટે સહાય પૂરી પાડશે. વિજેતા ટીમ રાષ્ટ્રીય રૂરલ આઈ.ટી. ક્વિઝ ચેમ્પિયન તરીકે ઉભરી આવશે અને રાષ્ટ્રીય વિજેતા માટે રૂ. 1,00,000/- અને રૂ. રનર્સ અપ માટે 50,000/- ઈનામના ભાગ રૂપે મળશે.