Spread the love

Ahmedabad, Dec 08, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન – ૨૦૨૪ (સોફ્ટવેર એડિશન)નું જીટીયું અને ઈસરો દ્વારા સંયુક્તરીતે શિવાનંદ આશ્રમ ખાતે ૧૧ અને ૧૨ દિસંબરના રોજ આયોજન કરવામાં આવશે
જીટીયું તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા ૨૦૧૭માં શરૂ કરાયેલ, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) ઓપન ઈનોવેશન માટેનો ભારતનો સૌથી મોટો પ્લેટફોર્મ બની ગયો છે. આ હેકાથોનનો આરંભ સોફ્ટવેર સોલ્યુશન્સ પર કેન્દ્રિત રહ્યો હતો, અને ૨૦૧૮માં હાર્ડવેર એડિશન પણ ઉમેરવામાં આવ્યું. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, યુવાનોને તેમની ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરી પાડવી, જે દેશના વિભિન્ન ક્ષેત્રોમાં સર્જનાત્મક અને વ્યાવસાયિક સમસ્યાઓના ઉકેલો શોધી શકે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH)ની ૨૦૧૭ થી ૨૦૨૩ સળંગ ૬ વર્ષની અત્યંત સફળતા સાથે નવીન વિચારધારા અને ઈનોવેશનના ધોરણોને વિકસિત કર્યા છે. ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીોએ પોતાનું શ્રેષ્ઠ કાર્ય પ્રદાન કર્યું છે. આ હેકાથોન વિદ્યાર્થીઓ, શાસન, ઉદ્યોગ અને જાહેર સંસ્થાઓ વચ્ચેના અંતરને દૂર કરવા અને ઉચ્ચ ગુણવતા અને ઉદાર ઉકેલો પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે.
આ વર્ષે ફરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયું) અને SAC-ISROના સંયુક્ત પ્રયાસથી, ૧૧મી અને ૧૨મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ આ હેકાથોનનું ૭મું ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે યોજવા જઈ રહી છે. આ ઇવેન્ટમાં ૪૮ ટીમો પ્રસ્તુત ૧૦ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કામ કરશે, જેમાં કુલ ૩૩૯ વિદ્યાર્થીઓ (૨૩૦ છોકરાઓ અને ૧૦૯ છોકરીઓ) દેશભરના ૧૫ રાજ્યોમાંથી ભાગ લેશે. આ હેકાથોનમાં જીટીયું- એફીલીએટેડ કોલેજોના ૧૯ ટીમો અને જીટીયુંની ૫ ટીમો દ્વારા રજૂ કરવામાં આવશે.
SIH ૨૦૨૪ એ અત્યાર સુધીમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં ૮,૯૮,૮૮૪ વિદ્યાર્થીઓ, ૬,૦૦૦+ ઈનોવેટરો અને ૩,૮૯૬ સંસ્થાઓનો સમાવેશ થાય છે. SIH એ ૧૦૦+ સ્ટાર્ટઅપ્સના વિકાસને પ્રેરણા આપી છે, જે એન્ટ્રિપ્રિન્યોરશિપ અને ઈનોવેશનના ક્ષેત્રમાં ભારતના અગ્રણી દિશા-દર્શક બની છે. હેકાથોનએ યુવાનોની સર્જનાત્મકતા, ટેકનિકલ કુશળતા સાથે જ ઉદ્યોગના વર્તમાન પડકારોને ઉકેલવા માટેની મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. જે નવી ટેકનોલોજી એપ્રોચ સાથે વિકસિત ભારત@૨૦૪૭ ના સંકલ્પને આગળ ધપાવવાનો એક મંચ બની શકે છે.
એવું માનવું છે કે, SIH માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ આ એ એક નેશનલ મોમેન્ટમ છે જે દેશના યુવાનોને નવા પડકારોને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે. આ હેકાથોનના કારણે, ભારતના ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વધુ પ્રગતિશીલ સહયોગનું જોડાણ કરશે,
જીટીયું અને ઈસરો સાથે આ હેકાથોનની યાત્રા ભારતના ઇનોવેશન માટે અનેક નવા માર્ગ અને તકનો દરવાજો ખોલશે, જે ભવિષ્યમાં અનેક બદલાવ લાવશે અને દેશને ઈનોવેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોખરું સ્થાન મેળવવામાં મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *