Ahmedabad, 02 September, વરસાદને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.
મંડલ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર દક્ષિણ મધ્ય રેલવેમાં ભારે વરસાદને કારણે, રાયનપાડુ સ્ટેશન અને વિજયવાડા- નિડઢવોલુ (NDD) સેક્શન પર પાણી ભરાવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેનો સંપૂર્ણપણે રદ: 02 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે. 03 સપ્ટેમ્બર ની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે.
