સુરત, 14 ઓગસ્ટ, સુરત શહેર એસ.ઓ.જી.એ રૂ.૧,૮૭,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ જપ્ત કર્યું છે.
એસ.ઓ.જી. તરફ થી જણાવવામાં આવ્યું કે એસ.ઓ.જી., સુરત શહેર તથા મરીન પોલીસ સ્ટેશનનાઓની અલગ અલગ ટીમ બનાવી દરીયાઈ માર્ગે ડ્રગ્સની સ્મગ્લીંગ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન હજીરા શેલ કંપનીની પાછળ ટાંકી નંબર-૧૦૦૧ તથા ૧૦૦૨થી આશરે ૫૦૦ મીટર દુર આવેલ દરીયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવેલ હોય જેમાં કોઈ અજાણ્યા ઈસમે પોતાના આર્થિક ફાયદા સારૂ દરીયાઈ માર્ગે ગે.કા. રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસ જેનુ ચોખ્ખુ વજન ૩.૭૫૪ KG કિં.રૂ.૧,૮૭,૭૦,૦૦૦/- નો જથ્થો સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા જ પકડી પાડેલ છે.
સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.