Spread the love

સૂરત, 22 જુલાઈ, ગુજરાત ના સુરત શહેર એસઓજીએ .રૂ. ૩૫,૪૯,૧૦૦ કીમત નુ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે.
એસઓજી તરફથી આજે જણાવવામાં આવ્યું કે બાતમીના આધારે એસ.ઓ.જી.,ટીમે સલાબતપુરા ઉધના દરવાજા પાસે આવેલ SAR Corporate Center નામની બિલ્ડીંગમાં સાતમા માળે આવેલ “Hotel The Grand Villa Inn” માં રૂમ નં.૭૦૪ સુરત ખાતે રેઇડ કરી રાજસ્થાન રાજયમાંથી સુરત શહેર ખાતે ડ્રગ્સની ડિલેવરી કરવામાં માટે આવેલ ચેતન કિશનલાલ શાહુ ઉ.વ.રર રહે. સરકારી સ્કૂલની બાજુમાં નારાયણપુરા (બડગામ) પોસ્ટ ભિંડર તા વલ્લભનગર જી.ઉદયપુર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વજન-૩૫૪.૯૧૦ ગ્રામ કિં.રૂ.૩૫,૪૯,૧૦૦, મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧,૧૫,૦૦૦, સ્વીફટ ડીઝાયર ફોર વ્હીલર ગાડી કિં.રૂ.૮,૦૦,૦૦૦ તથા ડ્રગ્સ વેચાણના રોકડા રૂ.૧૧,૩૫૦/-મળી કુલ્લે કિં.રૂ.૪૪,૭૫,૪૫૦ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
એમણે જણાવ્યું કે આ બાબતે અન્ય એક વ્યક્તિ ને પકડી ને મજકુર આરોપી વિરૂધ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.