અરવલ્લી, 09 ઓગસ્ટ, ગુજરાતમાં અરવલ્લી જીલ્લાના તા.માલપુર ની હેલોદર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી આજે રૂ. ૧૫,૦૦૦ ની લાંચ લેતા પકડાયા.
એ.સી.બી. તરફથી જણાવવામાં આવ્યું કે ફરિયાદીની હેલોદર સીમમાં બીનખેતી જમીનમાં બનાવેલ દુકાનનો રજી. વેચાણ દસ્તાવેજ કરેલ. સદર દુકાન વેચાણ લેનાર વ્યક્તિના નામે આકારણી કરી આપવા સારૂ હેલોદર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વર્ગ-૩ હરગોવિંદ તારાજી સુન્દેશા ઉ.વ.૨૯ એ રૂ. ૧૫,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને ફરિયાદના આધારે એસીબીના આજરોજ હેલોદર ગ્રામ પંચાયત ખાતે લાંચના છટકા દરમ્યાન હરગોવિંદએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે.