Spread the love

Ahmedabad, Gujarat, July 14, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી, માનદ્-મંત્રી (રીજીયોનલ) અને માનદ્-ખજાનચી બિનહરીફ ચૂંટાઇ આવ્યા.
એડી. સેક્રેટરી જનરલ ગીતા જોષીએ જણાવ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તા.૧૪-૭-૨૦૨૫ને સોમવારના રોજ મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી તરીકે સુધાંશુ મહેતા, માનદ્-મંત્રી (રીજીયોનલ) તરીકે બિપેન્દ્રસિંહજી જાડેજા (જામનગર), માનદ્-ખજાનચી તરીકે ગૌરાંગભાઇ ભગત બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.