Gandhinagar, Gujarat, Oct 04, ભારતીય જનતા પાર્ટી ( ભાજપ) ગુજરાત ના નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા નો આજે પદહગ્રહણ સમારોહ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25 અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીના પદહગ્રહણ સમારોહ યોજાયો.
નવનીયુકત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઇએ પાર્ટીના બુથ સ્તરના ઇન્ચાર્જ તરીકે કાર્ય કર્યુ છે. ઠક્કરબાપા નગર વિસ્તારથી પાર્ટીના કાર્યકર્તા તરીકે રાજનીતીક યાત્રાની શરૂઆત કરી. અમદાવાદ મહાનગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ તેમણે સફળતા પુર્વક નિભાવી છે. સતત ત્રણ વખત તેઓ નિકોલ વિસ્તારના ઘારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા અને હાલ સરકારમાં મંત્રી તરીકેની પણ સેવા આપી રહ્યા છે. શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંગઠન અને સરકારમાં જે સમન્વય સાથે કાર્યકર્યુ છે. આ કાર્યક્રમમાં 39 રાષ્ટ્રીય પરિષદના યાદી પણ બિનહરિફ થઇ છે.
આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રિય ચૂંટણી ઇન્ચાર્જ ડો.કે.લક્ષ્મણ,ગુજરાત પ્રભારી તેમજ કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર,ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પુર્વ પ્રભારી,કેન્દ્રિયમંત્રી તેમજ ચૂંટણીના નિરિક્ષક શ્રી ભુપેન્દ્રભાઇ યાદવએ નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી.
