Spread the love

~સેફટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઇજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતુ : ડૉ. ઇલા ઉપાધ્યાય, ઈએનટી વિભાગના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
~દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો
~માનસિક બીમારી તેમજ ખેંચની તકલીફ હોય તેવા દર્દીઓએ આવી ધારદાર વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ :ડૉ. ઇલા ઉપાધ્યાય
Ahmedabad, Gujarat, Jan 18, ગુજરાત ના અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવેલ કે , એક 48 વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્ર ને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ 15 જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં સેફ્ટી પીન ગળી જવા ની તકલીફ સાથે લઈને આવેલ. દર્દી પાસે થી હિસ્ટ્રી જાણતા ખબર પડેલ કે દર્દી ખેંચની બીમારીથી પીડિત હતું અને આશરે 20 દિવસ પહેલા સેફટી પીન વડે દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયેલ. દર્દીનો એક્સરે કરાવતા દર્દીના C-7 અને T-1 મણકા ના લેવલે અન્નનળીમાં સેફ્ટી પીન ફસાઈ હોવાનું જાણવા મળ્યું.
16 જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઇલા ઉપાધ્યા તેમજ એનેસ્થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગ ને ઈજા થયા વગર સેફટી પીન બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન બાદ દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય જણાતા દર્દી હવે કોઈ તકલીફ વિના મોઢેથી ખાવાનું લઈ શકે છે તેમ ડોક્ટર ઈલાએ જણાવ્યું હતું