Gandhinagar, Gujarat, Apr 20, વિશ્વના તમામ સેવાકેન્દ્રો ખાતે આજે તેરમા દિવસે દાદી રતન મોહીનીજી ને ભાવભીની શ્રદ્ધાંજલી -પુષ્પાંજલી અપાઈ.
ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી રતન મોહીનીજીનું તા.૦૮/૦૪/૨૦૨૫ ના રોજ દેહાવસાન થયેલ. આજે સદગત આત્માને ૧૩ મા દિવસે સંસ્થાના તમામ સેવાકેન્દ્રો પર શ્રદ્ધાંજલી – પુષ્પાંજલી કાર્યક્રમ અને ક્લાસના વિદ્યાર્થીઓ માટે પરમપિતા શિવ પરમાત્મા તથા દાદીજીની આત્માને વિશેષ ભોગ- અર્પણ કરવામાં આવેલ.
સેકટર.૨૮ ગાંધીનગર સેવાકેન્દ્ર પર રવિવાર સવારે રાખેલ કાર્યક્રમમાં કૈલાશ દીદીજી એ દાદી રતન મોહિની સાથેનો પોતાનો અનુભવ રજુ કરેલ. અને દાદીજીમાં ફોટાને ગુલાબનો હાર પહેરાવી શ્રદ્ધાંજલી અર્પણ કરેલ.આ નિમિત્તે સૌને દાદીજીની જીવન ઝરમર બતાવવામાં આવેલ. સૌ એ પણ દાદીજી ને ભાવભીની શ્રદ્ધાંજલી – પુષ્પાંજલી અર્પણ કરી ભોગ – બ્રહ્મભોજન સ્વીકાર કરેલ.
