Ahmedabad, Sep 17, ટોરેન્ટ પાવરને 1,500 MW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો છે.
ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી 1,500 MW / 12,000 MWh એનર્જી સ્ટોરેજ કેપેસિટીની પ્રાપ્તિ માટે કંપની એક સફળ બિડર તરીકે ઉભરી આવી હતી અને તેને 17મી સપ્ટેમ્બર 2024ના રોજ લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખિત ટેરિફ પરના ટેન્ડર દસ્તાવેજના આધારે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC) પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા પછી MSEDCL દ્વારા વિગતવાર લેટર ઓફ એવોર્ડ જાહેર કરવામાં આવશે.
MSEDCL 40 વર્ષ સુધી પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાંથી 1,500 મેગાવોટની ઊર્જા સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરશે.
કંપની મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થપાઈ રહેલા પોતાના આગામી પમ્પ્ડ હાઈડ્રો સ્ટોરેજ પ્લાન્ટમાંથી આ સંગ્રહ ક્ષમતા પુરી પાડવાની યોજના ધરાવે છે. પમ્પ્ડ હાઇડ્રો એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ (PHESFA) અંતર્ગત કંપની MSEDCLને 1,500 મેગાવોટની કોન્ટ્રાક્ટેડ ક્ષમતા ઉપલબ્ધ કરાવશે. જે પ્રતિ દિવસ ૮ કલાક (મહત્તમ સતત ૫ કલાક સાથે) નિર્ધારિત ડિસ્ચાર્જ માટે સક્ષમ હશે. ચાર્જિંગ માટે ઇનપુટ ઉર્જા MSEDCL દ્વારા પૂરી પાડવામાં આવશે.
વીજ ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જાની વધતી ભાગીદારીથી ભરોસામંદ અને ડિસ્પેચેબલ રિન્યુએલબલ એનર્જી પ્રદાન કરવા માટે પાવર સ્ટોરેજ વિકલ્પોની જરૂરીયાત ઉત્પન્ન થશે. જેને પુરી કરવા માટે ટોરેન્ટ પાવરે વિવિધ રાજ્યોમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) સાઇટ્સની ઓળખ કરી છે.
કંપની દ્વારા અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ રૂ. ૨૫,૦૦૦ થી ૩૫,૦૦૦ કરોડના રોકાણ સાથે લગભગ ૫ થી ૮ ગીગાવોટની PSP ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકને પૂર્ણ કરવાની રણનિતીના ભાગરૂપે કંપની ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોડક્શન માટેના પ્રોજેક્ટ જેવા અન્ય ગ્રીન એનર્જી વિકલ્પો પર પણ કામ કરી રહી છે. દેશના મહત્વાકાંક્ષી રિન્યુએબલ લક્ષ્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા સાથે ટોરેન્ટ પાવર રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન વધારવાના તેના પ્રયત્નો કરી રહ્યું છે.
ટોરેન્ટ પાવર અંગે માહિતી: ટોરેન્ટ પાવર, એ રૂ ૪૧,૦૦૦ કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની રૂ ૨૭,૧૮૩ કરોડની વાર્ષિક અવાક ધરાવતી એક પ્રમુખ ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી છે. તે ભારતના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેઈનમાં હાજરી ધરાવે છે.
ઉત્પાદન: કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા ૪.૪ ગીગાવોટ છે, જેમાં ૨.૭ ગીગાવોટ ક્ષમતા ગેસ આધારિત પાવર ઉત્પાદન માટે છે, જયારે ૧.૩ ગીગાવોટ ક્ષમતા રિન્યુએબલ સ્ત્રોત આધારીત પાવર ઉપ્તાદન માટે છે, અને ૩૬૨ મેગાવોટ કોલસા આધારિત પાવર ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. વધુમાં ૩.૧ ગીગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ હાલમાં પ્રગતિમાં છે. જે પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં, કંપનીની કુલ પાવર ઉત્પાદન ક્ષમતા ૭.૫ ગીગાવોટ પહોંચી જશે.
વિતરણ: કંપની ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR; કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNH અને DD) ખાતે; મહારાષ્ટ્રનાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કલવા અને ઉત્તર પ્રદેશના આગ્રા સહિતના શહેરોમાં મળીને કુલ ૪૧.૩ લાખથી વધુ ગ્રાહકોને લગભગ 3000 કરોડ યુનિટ્સ વિજળીનું વિતરણ કરે છે.
ટોરેન્ટ પાવર ભારતભરમાં વ્યાપકપણે એક અગ્રણી વીજળી વિતરક કંપની તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં કંપનીના લાયસન્સવાળા વિસ્તારોમાં તે દેશમાં સૌથી ઓછી AT&C ખોટ અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંકો ધરાવવાનું ગૌરવ ધરાવે છે.