Ahmedabad, Oct 08, Gujarat ના અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ખાતે યુજીસી ઇન્ફ્લીબનેટ અને ગુજરાત યુનિવર્સીટી (GU) વચ્ચે “શોધચક્ર પહેલ” અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા.
ગુજરાત યુનિવર્સીટી તરફથી આજે જણાવવામાં આવ્યું કે યુજીસી ઇન્ફ્લીબનેટ અને ગુજરાતયુનિવર્સીટી વચ્ચે શોધચક્ર અંગે એમ.ઓ.યુ ગુજરાત યુનિવર્સીટીનાં કુલપતિ ડો.નીરજાગુપ્તા તેમજ યુજીસી ઇન્ફ્લીબનેટનાં ડાયરેક્ટર પ્રોફે. ડો. દેવિકા મડાલી નીઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી સહિત પીજી વિભાગખાતે “ઇન્ફેલીબનેટ કોર્નર”જે ઇન્ફેલીબનેટના શૈક્ષણિક અને સંશોધનલક્ષી વિવિધ આયામો અને સેવાઓ પૂરી પાડે છે એ શરૂ કરવામાં આવેલ હતું.
શોધચક્ર એ ખાસપીએચડી સંશોધકો માટેની મહત્ત્વની યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) નામાર્ગદર્શન હેઠળ માહિતી અને પુસ્તકાલય નેટવર્ક (INFLIBNET)કેન્દ્રની એક પહેલ છે.શોધ-ચક્ર એમ.ઓ.યુનાં પ્રસંગે ગુજરાત યુનિવર્સીટીનાં કુલસચિવ ડો. પી એમપટેલ , યુજીસી ઇન્ફ્લીબનેટના વૈજ્ઞાનિક અને શોધચક્રના સંયોજક અભિષેકકુમારજી , ગુજરાતયુનિવર્સીટીનાં ગ્રંથપાલ અને શોધ-ચક્રનાં નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ,યુનિવર્સીટીનાં મદદનીશકુલસચિવ શૈલેષ મોદી , વિકાસ અધિકારી ડો. વૈશાલી પઢીયાર, પીજીવિભાગનાં મદદનીશ કુલસચિવ ડો. શૈલેષ ચતુર્વેદી ગ્રંથાલયઅને માહિતી વિજ્ઞાન વિભાગનાં અધ્યક્ષ ડો.અતુલ ભટ્ટ , મદદનીશ ગ્રંથપાલ અનેઇન્ફોર્મેશન વિભાગનાં ઇન્ચાર્જ ડો.રાકેશ પરમાર , અધ્યાપક ડો. રાજેશગામિત હાજર રહ્યા હતા
યુજીસી ઇન્ફ્લીબનેટ સાથેના શોધ-ચક્ર એમ.ઓ.યુ અંતગર્ત ગુજરાત યુનિવર્સીટીનાં સંશોધક, માર્ગદર્શક/નિરીક્ષક સાથે યુનિવર્સિટીનેઆ શોધચક્ર પહેલ થકી સંશોધકોને સંશોધન કાર્ય દરમિયાન સંશોધન શરૂ કર્યાથી પૂર્ણ કરવા સુધીએટલે સંશોધનનાં જીવનચક્રનું સંચાલન કરવા માટે એક ખાસ ઓનલાઈનપ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે . આ શોધચક્ર પોર્ટલ વિવિધ માહિતી સંસાધનોસાથે સંકલિત છે જે લાખોની સંખ્યામાં પૂર્ણ-ટેક્સ્ટ થીસીસ સહિતસંશોધક માટે મદદરૂપ ઈ સંસાધનો -સાધનો જે સંશોધકો માટે સંશોધનકાર્ય દરમિયાન જરૂરી છે. એ સહાયરૂપ થાય છે સાથે જ સમ્રગ દેશમાં કેવા પ્રકારનું સંશોધનનું વિકાસ કાર્ય ચાલી રહ્યું છે આ અંગેની અધિકૃત માહિતી પણ પૂરી પાડશે