Spread the love

Ahmedabad, Gujarat, Sep 28, ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026 આયોજિત કરવામાં આવી.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ આજે જણાવ્યું કે અંડર 13 બોયસ યૂથ લીગ 28.9.25 થી ચાલુ થયેલ છે. જુદા જુદા જિલ્લા ની કુલ 18 ટીમો અંડર 13 કેટેગરી માં ભાગ લઈ રહેલ છે. લીગ ટુર્નામેન્ટ પછી ટોપ 12 ટીમો વચ્ચે 7.12.25 થી સુપર લીગ રમાશે.
વડોદરા ખાતે આજ રોજ રમાયેલ મેચો માં સીવીએમ એફસી એ રેન્જર એફએ ને 3-0 થી, બ્લૂ ટાઈગર એફસી એ ગાંધીનગર એફસી ને 3-2 થી અને એસજીવીપી એફસી એ કિંગ સ્ટાર એફએ ને 15-0 થી મહાત આપી હતી અને આ મેચો ને યૂ ટ્યૂબ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવેલ.
અંડર 15 બોયસ યૂથ લીગ 21.9.25 થી ચાલુ થયેલ છે. જુદા જુદા જિલ્લા ની કુલ 21 ટીમો અંડર 15 કેટેગરી માં ભાગ લઈ રહેલ છે. લીગ ટુર્નામેન્ટ પછી ટોપ 10 ટીમો વચ્ચે 7.12.25 થી સુપર લીગ રમાશે.
રાજકોટ ની માસ્ટર એફસી ના ગ્રાઉંડ ખાતે રમાયેલ સીવાયજીએનયુએસ એસએ એ કીક જેક એફસી ને 8-0 થી , બરોડા એફએ એ સેવી સ્વરાજ એફસી ને 5-2 થી, માસ્ટર એફસી એ બ્લૂ ટાઈગર એફસી ને 4-0 થી મહાત આપી.
ગાંધીનગર ખાતે રમાયેલ મેચ માં કહાની એફસી એ એસએજી એફએ ને 3-0 થી , એઆરએ એફસી એ કર્ણાવતી એફસી પર 6-0 થી , ફ્લોરી એસએ એ શાહીબાગ એફસી ને 6-0 થી મહાત આપી હતી.
ભાવનગર ખાતે રમાયેલ મેચ માં બીએસપીએફએ સુરતે કિંગ સ્ટાર એસએ ને 17-1 થી, સૂર્યવંશી એફસી એ રેન્જર એફએ ને 3-1 થી , સીવીએમ એફસી એ ઓએજી એફસી ને 3-1 થી મહાત આપી.,
અંડર 17 ના બોયસ યૂથ લીગ 17.9.25 થી ચાલુ થયેલ છે. જુદા જુદા જિલ્લા ની કુલ 12 ટીમો અંડર 17 કેટેગરી માં ભાગ લઈ રહેલ છે. લીગ ટુર્નામેન્ટ પછી ટોપ 8 ટીમો વચ્ચે 7.12.25 થી સુપર લીગ રમાશે. એસજીવીપી અમદાવાદ માં રમાયેલ મેચ માં એઆરએ એફસી એ એસજીવીપી એફસી ને 2-1 થી સેવી સ્વરાજ એફસી એ રેન્જર એફએ ને 9-0 થી અને ઝેવીયર યુનાઇટેડ એફસી એ સીવાયજીએનયુએસ એસએ ને 5-3 થી મહાત આપી.
આ મેચો નું લાઈવ પ્રસારણ યૂ ટ્યૂબ ચેનલ પર કરવામાં આવેલ.
અંડર 17 કહાની એફસી અમદાવાદ માં રમાયેલ મેચ માં કહાની એફસી એ કિંગ સ્ટાર એસએ ને 6-4 થી , એસએએજી એફએ એ બરોડા એફએ ને 1-0 થી મહાત આપી. માસ્ટર એફસી અને સીવીએમ એફસીનો મેચ 3-3 થી ડ્રૉ થયેલ
આજ રોજ જુદી જુદી કેટેગરી માં કુલ ૧૮ મેચો રામાડવા મા આવેલ છે.