Spread the love

Ahmedabad, Gujarat, May 13, ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -2 ફાઇનલ મેચ માં વડોદરા વોરિયર્સ નો શાનદાર વિજય થયો.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ આજે જણાવ્યું કે ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 6 ફ્રેંચાઇસ દ્વારા 6 ટીમો બનાવવામાં આવેલ હતી.
તારીખ 1.5.25 થી ચાલતી આ ટુર્નામેન્ટ નો આજ રોજ ફાઇનલ મેચ અમદાવાદ એવેંન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાયેલ બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમતી હતી. હાફ ટાઇમ સુધી બંને ટીમો નો સ્કોર 0-0 હતો. સેકંડ હાફ માં પણ બંને ટીમો એ આક્રમક રમત રમી હતી પણ ગોલ કરવામાં સફળ થઈ ન હતી. મેચ નું રિસલ્ટ પેનલ્ટી સૂટ આઉટ દ્વારા લેવામાં આવેલ.
આખરે વડોદરા વોરિયર્સ 6-5 થી મેચ જીતી ગયું. અમદાવાદ એવેંન્જર્સ દ્વારા 2 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવી અને વડોદરા વોરિયર્સ દ્વારા 1 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવી. મેચ નું રીસૂલ્ટ 7 મી પેનલ્ટી માં આવ્યું.
વડોદરા વોરિયર્સ ના માનવીરસિંહ, રાહુલ,ધર્મેશ, ફારૂક, પ્રેમજીત,જેનીશ દ્વારા ગોલ કરવામાં આવેલ અને
ભૂપેન્દરસિંહ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવેલ.
અમદાવાદ એવેંન્જર્સ ના બસીત, ટફેલ,બૃજેશ,મલેન્મનગા, અક્ષય મલ દ્વારા ગોલ કરવામાં આવેલ અને જયકાનાણી અને ગોટીમયુમ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવેલ.
વડોદરા વોરિયર્સ ના રોહિત ચાવડા ને સુંદર રમત બદલ મેન ઓફ ધ મેચ નો ઍવોર્ડ આપવામાં આવેલ.
બેસ્ટ સ્કોરર માનવીરસિંહ, બેસ્ટ આસિસ્ટ. ધર્મેશ પરમાર, , બેસ્ટ મિડફીલ્ડર ટોટન દાસ, , બેસ્ટ ડીફેન્ડર પ્રિજેશ યાદવ, , બેસ્ટ અમેજિંગ પ્લેયર આદિત્ય, બેસ્ટ ગોલ કીપર અજમલ, બેસ્ટ કોચ સલિમ સીર, , બેસ્ટ ફેર ટિમ એવાર્ડ ગાંધીનગર ને આપવામાં આવેલ.
રનર અપ ટિમ અમદાવાદ એવેંન્જર્સ ને 5 લાખ અને ચેમ્પિયન ટિમ વડોદરા વોરિયર્સ ને 11 લાખ પ્રાઇઝ તરીકે આપવામાં આવેલ.
પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યૂશન માં ગુજરાત સરકાર ના એડી. ચીફ સેક્રેટરી મુકેશ પૂરી, રાજેસ્થાન સ્ટેટ ફૂટબોલ એસોશિએશન ના સેક્રેટરી તથા ટ્રેસરર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, એસોશિએશન ના સભ્યો પણ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધારેલ.
Finals
Kick off at 7 pm
Ahmedabad Avengers vs Vadodara warriors
Vadodara warriors are champions of GSL Season 2-2025 defeating Ahmedabad Avengers in penalty shoot out by 6-5
In the normal time the score ended 0-0
Scorer of Vadodara in Penalties
Manvir Singh
Rahul Rawat
Dharmesh Parmar
Farooq Sodha
Premjit Singh
Jenish Rana
Scorer for Ahmedabad Avengers in penalties
Basit Ahmed
Tuffel Hingora
Brajesh Yadav
Malemnganba
Akshay Mall
Man of the match
Rohit Chawla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *